કોણ છે યુઝવેન્દ્ર ચહલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ RJ મહવશ?.

RJ મહવશ હાલમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગના સમાચારોને કારણે ચર્ચામાં છે.

એવામાં ઘણા લોકો એ જાણવા ઉત્સુક છે કે RJ મહવશ કોણ છે અને શું કરે છે?.

મહવશ લોકપ્રિય રેડિયો જોકી હોવા ઉપરાંત, મહવશ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે. તેના પ્રૅન્ક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

RJ મહવશે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ગ્રેજ્યુએશન પછી, મહવશે જામિયા મિલિયા ઈસ્લામિયામાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.

RJ મહવશ વિશે એવા પણ સમાચાર છે કે તેને બિગ બોસ 14ની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ઓફરને ફગાવી દીધી હતી.

આ સિવાય તેને બોલિવૂડમાંથી ઘણી ઓફર પણ મળી હતી, પરંતુ તે બોલિવૂડનો ભાગ બની શકી નહોતી. જોકે, RJ મહવશ ફિલ્મ પ્રોડ્યુસર છે. તેણે 'સેક્શન 108' ફિલ્મનું પ્રોડક્શન કર્યું છે.

મહવશે ગયા વર્ષે ડિસેમ્બરમાં યુઝવેન્દ્ર ચહલ સાથે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી, ત્યારથી તેમની ડેટિંગની અફવાઓ ઉડી રહી છે.

જો કે, એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મહવશે ચુજવેન્દ્ર ચહલ સાથેના તેના સંબંધોના વાયરલ સમાચારને ખોટા ગણાવ્યા હતા.

પરંતુ હવે યુઝવેન્દ્ર અને મહવશ 9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં સ્ટેડિયમમાં એકસાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમના સંબંધોના સમાચારોએ ફરી જોર પકડ્યું છે.

More Web Stories