IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલરો.

IPL 2025માં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી.

આ દરમિયાન ભુવનેશ્વર કુમાર અને રવિચંદ્રન અશ્વિને પોતપોતાની ટીમ માટે એક-એક વિકેટ લીધી હતી.

જે બાદ બંને બોલરોએ IPLમાં સુનીલ નારાયણને પાછળ છોડી દીધો હતો અને IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની ટોપ-5 યાદીમાં સામેલ થઈ ગયા.

અશ્વિને અત્યાર સુધી 214 મેચમાં 182 વિકેટ લીધી છે. અશ્વિનની એવરેજ ભુવનેશ્વર કરતાં વધુ છે, તેથી તે પાંચમા સ્થાને છે.

સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભુવનેશ્વર ચોથા સ્થાને આવી ગયો છે. તેણે 177 મેચમાં 182 વિકેટ લીધી છે.

આ લિસ્ટમાં ડ્વેન બ્રાવો ત્રીજા સ્થાને છે. તેણે 161 મેચમાં 183 વિકેટ લીધી છે.

પીયૂષ ચાવલા આ લિસ્ટમાં બીજા નંબરે આવે છે. તેણે 192 મેચમાં 192 વિકેટ લીધી છે.

લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ નંબર વન પર છે. તેણે 161 મેચમાં સૌથી વધુ 205 વિકેટ લીધી છે.

More Web Stories