Captains of all IPL 10 Team: IPL 2025 ની ટીમની કેપ્ટનસી કરશે આ ખેલાડીઓ, જુઓ લિસ્ટ.
ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, તે IPL 2021 સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ પણ જીત્યો હતો.
દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ, T20I 2015 માં ડેબ્યૂ કરનાર આ ઓલરાઉન્ડર T20 વર્લ્ડ કપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો.
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ, વર્ષ 2023માં ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં બેવડી સદી ફટકારી, આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી યુવા ભારતીય બન્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે, 2023-24 સિઝનમાં મુંબઈને 42મી રણજી ટ્રોફીનું ટાઇટલ અપાવનાર અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 માં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
લખનઉ સુપર જાયન્ટ્સ: રિષભ પંત, IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી, T20 વર્લ્ડ કપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા, 2022માં ગુજરાત ટાઇટન્સનું પ્રથમ IPL ટાઇટલ જીત્યું હતું. તેમજ T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન હતો.
પંજાબ કિંગ્સ: શ્રેયસ અય્યર, IPL 2024 સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ખિતાબ જીતાડ્યો હતો, આ વખતે તે પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળશે.
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, તે એક વિકેટ-કીપર બેટર છે જે તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: રજત પાટીદાર, આ જમણા હાથનો બેટર ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે જાણીતો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ, આ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે તેની ટીમને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ 2023નું ટાઇટલ અને ODI વર્લ્ડ કપ 2023નું ગૌરવ અપાવ્યું છે.