IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં આ સ્ટાર્સ કરી શકે છે પરફોર્મ.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે.
દર વખતની જેમ આ વખતે પણ IPLના ઓપનિંગ સેરેમનીની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે.
22 માર્ચના દિવસે તમે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં આ એન્ટરટેઇનમેન્ટ ડોઝ જોવા મળશે.
આ સેરેમનીમાં સલમાનથી લઈને શાહરૂખ ખાન સુધી દરેક સ્ટાર્સ હાજરી આપી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઇવેન્ટમાં શ્રદ્ધા કપૂર અને પ્રિયંકા ચોપરા પણ પરફોર્મ કરે તેવી શક્યતા છે.
આ સિવાય વિકી કૌશલ અને સંજય દત્ત પણ આ સેરેમનીમાં ભાગ લઈ શકે છે.
IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડનો કિંગ ખાન પોતાની ટીમ KKRને ચીયર કરશે.
સલમાન ખાન પણ પોતાની ફિલ્મ 'સિકંદર'નું પ્રમોશન કરતો જોવા મળશે.
આ ઈવેન્ટમાં અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલ પણ પોતાના અવાજનો જાદુ ફેલાવશે.
જણાવી દઈએ કે IPLની પ્રથમ મેચ KKR અને RCB વચ્ચે રમાશે.