માતા બનવા જઈ રહી છે અથિયા શેટ્ટી, બેબી બમ્પ કર્યો ફ્લોન્ટ, પતિ રાહુલ સાથે થઈ રોમેન્ટિક.

અભિનેત્રી અને સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. અથિયા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

અથિયા શેટ્ટીએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતાની સાથે પતિ કે એલ રાહુલ સાથે પણ પોઝ આપ્યા હતા.

ફોટોમાં રાહુલ-અથિયા એકબીજાને હાથ પકડીને સોફા પર બેઠા છે. બંનેના ચહેરા પર સ્મિત છે.

રાહુલ-અથિયા બંને માતા-પિતા બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

આ સિવાય અથિયા શેટ્ટીએ પાર્કમાં સફેદ શર્ટ અને બ્લૂ ડેનિમ પહેરીને પાર્કમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.

ફોટો જોઈને ફેન્સ રાહુલ અને અથિયા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી શેર કરી છે.

કે એલ રાહુલ અને અથિયા શેટ્ટીએ જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા હતા. બંનેએ જાહેરાત કરી હતી કે તેમનું પહેલું બાળક 2025માં દુનિયામાં આવવાનું છે. બંને ટૂંક સમયમાં માતા-પિતા બનશે.

More Web Stories