કોહલી 'મિસ્ટર 360 ડિગ્રી'ની કપ્તાનીમાં રમશે રણજી.
વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં તે દિલ્હીની ટીમ સાથે રણજી રમતા જોવા મળશે.
કોહલી 13 વર્ષ બાદ રણજીમાં વાપસી કરી રહ્યો છે. તે 30 જાન્યુઆરીથી અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે છેલ્લા ગ્રુપ મેચમાં રમશે.
આ મેચની ખાસ વાત એ છે કે કોહલી 25 વર્ષીય ખેલાડી આયુષ બદોનીની કેપ્ટન્સીમાં રમતો જોવા મળશે.
આયુષનો જન્મ 3 ડિસેમ્બર, 1999ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમજ IPLના કારણે તેને સારી ઓળખ મળી છે.
આયુષે IPLમાં અત્યાર સુધી 42 મેચ રમી છે અને 24.38ની એવરેજથી 634 રન બનાવ્યા છે.
આયુષ બોલિંગ પણ કરે છે. ઓફ સ્પિન બોલિંગ કરનાર આયુષે IPLમાં 2 વિકેટ પણ લીધી છે.
મેદાનમાં દરેક જગ્યાએ શોટ રમવાની ક્ષમતા ધરાવતા બદોનીને 'મિસ્ટર 360 ડિગ્રી' કહેવામાં આવે છે.
વિસ્ફોટક બેટિંગ કરનાર આયુષે 2018માં યોજાયેલી અંડર-19 એશિયા કપની ફાઇનલમાં 28 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી.