પાકિસ્તાન સામે મેચમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ભારતીય બેટર.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી હતી.

ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સેન્ચુરી ફટકારીને ભારતને જીત અપાવી હતી એવામાં જાણીએ પાકિસ્તાન સામેની વનડેમાં કયા ભારતીય બેટરે સૌથી વધુ રન બનાવ્યા છે.

આ યાદીમાં યુવરાજ સિંહ પાંચમા નંબર પર છે. યુવરાજે 38 મેચમાં 1360 રન બનાવ્યા છે, જેમાં 1 સેન્ચુરી અને 12 ફિફટી પણ ફટકારી છે.

સૌરવ ગાંગુલી આ યાદીમાં ચોથા સ્થાને છે. ગાંગુલીએ 53 મેચમાં 1652 રન બનાવ્યા છે.

મોહમ્મદ અઝહરુદ્દીન 64 મેચમાં 1657 રન સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.

આ યાદીમાં રાહુલ દ્રવિડ બીજા સ્થાને છે. દ્રવિડે પાકિસ્તાન સામે 58 મેચમાં 1899 રન બનાવ્યા છે. દ્રવિડે 2 સેન્ચુરી અને 14 ફિફટી ફટકારી છે.

સચિન આ યાદીમાં પહેલા સ્થાને છે, તેણે પાકિસ્તાન સામે 69 મેચમાં 2526 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સેન્ચુરી અને 16 ફિફટી ફટકારી છે.

More Web Stories