ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય ટીમને લાગશે મોટો ઝટકો! 4 ધૂરંધરો લઈ શકે છે સંન્યાસ.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાવાની છે.
આ ટૂર્નામેન્ટ બાદ ODI ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપની પણ શરૂઆત થશે, જે 2027માં દક્ષિણ આફ્રિકામાં રમાવાની છે.
વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, ભારત ટીમ શક્ય તેટલા યુવા ખેલાડીઓને તક આપવા માગે છે.
જેના કારણે આ 4 ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ સંન્યાસ લઈ શકે છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા હાલમાં 37 વર્ષનો છે. એવામાં તેમના માટે વર્લ્ડ કપ 2027 સુધી ટકી રહેવું મુશ્કેલ છે.
36 વર્ષીય અનુભવી બેટર વિરાટ કોહલી પણ ઈચ્છે કે વર્લ્ડ કપ પહેલા ટીમમાં નવા ખેલાડીઓને તક મળે. જેના કારણે તે પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
36 વર્ષીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઉંમરને કારણે નિવૃત્તિ લઈ શકે છે. વર્લ્ડ કપ 2027 સુધીમાં તે 38 વર્ષનો થઈ જશે.
34 વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ આ સમયગાળા દરમિયાન સંન્યાસ લઈ શકે તેવી સંભાવના છે. જેથી યુવા બોલરોને પણ વર્લ્ડ કપ પહેલા રમવાની તક મળી શકે.