સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીમાંથી કોણ છે વધુ ભણેલું?.
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચાઓ ખૂબ જ થઇ રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે ત્યારબાદથી જ તેમના છૂટાછેડાની ચર્ચાઓ શરૂ થઈ છે.
એવામાં જાણીએ કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે કોણ વધુ એજ્યુકેટેડ છે?.
યુઝવેન્દ્ર ચહલે પોતાનું સ્કૂલિંગ DAV પબ્લિક સ્કૂલમાંથી કર્યું અને ત્યાર બાદ તેણે ગ્રેજ્યુએશન કર્યું છે.
ચહલે હરિયાણાની મહાત્મા ગાંધી કૉલેજ ઑફ હેલ્થ સાયન્સમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
જયારે ચહલની પત્ની ધનશ્રી વર્માએ તેનું પ્રારંભિક શિક્ષણ જમનાબાઈ નરસી સ્કૂલમાંથી કર્યું છે.
ધનશ્રીએ ડીવાય પાટિલ યુનિવર્સિટીમાંથી મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. તે ડેન્ટિસ્ટ છે.
આ સાથે ધનશ્રી એક ફેમસ ડાન્સર અને કોરિયોગ્રાફર પણ છે. વર્ષ 2015માં તેણે પોતાની એક યુટ્યુબ ચેનલ પણ શરુ કરી હતી.