કરોડોમાં રમે છે અન્ના, જાણો કેટલી છે રવિચંદ્રન અશ્વિનની નેટવર્થ.

ગાબા ટેસ્ટ બાદ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

અશ્વિને ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટ સૌથી વધુ પસંદ હતું, જેમાં તેણે 500થી વધુ વિકેટ લીધી હતી.

આર અશ્વિને ક્રિકેટના મેદાન પર ઘણું નામ અને ખ્યાતિ મેળવી છે. આ સાથે તે સંપત્તિ કમાવવાના મામલે પણ પાછળ નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અશ્વિન 132 કરોડ રૂપિયાની કુલ સંપત્તિનો માલિક છે.

ક્રિકેટ સિવાય અશ્વિન જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. તે બીસીસીઆઈ એ ગ્રેડ કેટેગરીનો ખેલાડી છે.

અશ્વિનને BCCI તરફથી દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. તેમજ તે IPLમાંથી પણ સારી કમાણી કરે છે.

17 સપ્ટેમ્બર 1986ના રોજ જન્મેલા અશ્વિન તેના પરિવાર સાથે એક ભવ્ય મકાનમાં રહે છે. ચેન્નઈમાં જે ઘરમાં રહે છે તેની કિંમત 9 કરોડ રૂપિયા છે.

'અન્ના' લક્ઝરી કારના શોખીન છે. તેમની પાસે આશરે રૂ. 95 લાખની કિંમતની Audi Q7 SUV અને રૂ. 6 કરોડની કિંમતની લક્ઝુરિયસ રોલ્સ રોયસ કાર પણ છે.

More Web Stories