ગોવિંદાનો જમાઈ IPLમાં સુપરહિટ, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સુપરફ્લોપ.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શનમાં 1574 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

IPL 2025નું મેગા ઓક્શન 24-25 ડિસેમ્બરના રોજ સાઉદી અરબના જેદ્દામાં યોજાશે.

આ મેગા ઓક્શનમાં રજીસ્ટર્ડ ખેલાડીઓના લિસ્ટમાં નીતિશ રાણાનું નામ પણ સામેલ છે.

30 વર્ષીય નીતિશે પોતાને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝે ઓલરાઉન્ડર કેટેગરીમાં પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું છે.

નીતિશ IPLની છેલ્લી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો ભાગ હતો. જેમાં તે 2 મેચ રમી શક્યો હતો.

નીતીશ રાણાએ અત્યાર સુધી 107 IPL મેચમાં 2636 રન બનાવ્યા છે. 10 વિકેટ પણ લીધી છે.

નીતીશે ભારત માટે 2 ODI અને 1 T20 મેચ રમી છે. તેમજ તેણે વનડેમાં 7 રન અને T20માં 15 રન બનાવ્યા છે.

એ સ્પષ્ટ છે કે IPLમાં તેની કારકિર્દી સારી રહી છે, જ્યારે નીતીશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કંઈ ખાસ કરી શક્યા નથી.

નીતીશ બોલિવૂડ એક્ટર ગોવિંદાના જમાઈ છે. નીતિશની પત્ની સાચી મારવાહ ગોવિંદાની ભાણેજ છે અને કૃષ્ણા અભિષેકની કઝીન છે.

નીતિશ રાણાએ શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટન્સી કરી હતી.

નીતિશ રાણાની કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ IPL 2023માં 14માંથી 6 મેચ જીતી હતી.

નીતિશને IPL 2015માં મુંબઈની ટીમને માત્ર રૂ. 10 લાખમાં ખરીદવામાં આવ્યો હતો, જ્યારે કોલકાતાએ તેને છેલ્લી કેટલીક સીઝનમાં રૂ. 8 કરોડમાં રિટેન કર્યો હતો.

More Web Stories