T-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટરકારનારા ટોપ-5 બેટર, જેમાં એક ભારતીય.

રોમાનિયાના શિવકુમાર પેરિયાલવારે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં 29 ઓગસ્ટ 2019ના રોજ તુર્કી સામે 40 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 105 રન બનાવ્યા હતા. તેણે 39 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

ચેક રિપબ્લિકના સુદેશ વિક્રમાસેકરાએ 30 ઓગસ્ટ, 2019 ના રોજ તુર્કી સામે 36 બોલમાં 8 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારીને અણનમ 104 રન બનાવ્યા હતા. તેણે 36 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

હિટમેન તરીકે જાણીતા રોહિતે 22 ડિસેમ્બર 2017ના રોજ ઇન્દોરમાં શ્રીલંકા સામે માત્ર 43 બોલમાં 12 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 118 રન બનાવ્યા હતા. તેણે 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરે 29 ઓક્ટોબર 2017ના રોજ બાંગ્લાદેશ સામે 36 બોલમાં 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 101 રન બનાવ્યા હતા. તેણે 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

નેપાળના કુશલ મલ્લાએ 27 સપ્ટેમ્બર 2023ના રોજ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ દરમિયાન 50 બોલમાં 8 ચોગ્ગા અને 12 છગ્ગાની ફટકારીને137 રન બનાવ્યા હતા. તેણે 34 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

ગામ્બિયા સામે 43 બોલમાં 15 છગ્ગા, 7 ચોગ્ગા ફટકારીને 133 રન બનાવીને T20 ક્રિકેટનો નવો 'સિકંદર' બન્યો ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા. 33 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો બેટર બન્યો.

નામિબિયાના જ્હોન નિકોલ લોફ્ટી-ઈટને 27 ફેબ્રુઆરી 2024ના રોજ નેપાળ સામે માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. ઈટને 36 બોલમાં 11 ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા.

એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં સાહિલે 41 બોલમાં 6 ચોગ્ગા અને 18 છગ્ગાની મદદથી અણનમ 144 રન બનાવ્યા હતા.

More Web Stories