1907માં ડંકન મેકડૉગલ નામના ડૉક્ટરે ઘણાં બધા અસામાન્ય પ્રયોગો કર્યા હતા.

માણસનો આત્મા માપી શકાય તેવું વજન ધરાવે છે, તેવી કલ્પનાથી આકર્ષિત થઈને, ડૉ. મેકડૉગલે એક વિશેષ પથારીની રચના કરી.

ત્યારબાદ તેમણે ગંભીર રીતે બીમાર દર્દીઓને આ બેડ પર તેમની અંતિમ ક્ષણો વીતાવવા માટે સમજાવ્યા, જેથી તે જાણી શકે કે મૃત્યુ સાથે વજનમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ?.

ડૉ. મેકડૉગલે દરેક દર્દીના મૃત્યુના ચોક્કસ સમયનું જ નહીં, પણ દર્દીઓએ બેડ પર ગાળેલા કુલ સમયની પણ ઝીણવટપૂર્વક નોંધણી કરી.

તેમણે મૃત્યુની ચોક્કસ ક્ષણ આસપાસ વજનમાં થનારી વધઘટ કેપ્ચર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ડૉ. મેકડૉગલે વજનમાં ફેરફાર માટે તમામ સંભવિત બાબતોની ગણતરી કરવાનો પ્રયાસ કર્યો, જેમકે શારીરિક પ્રવાહી (પરસેવો અને પેશાબ) અને વાયુઓ (ઓક્સિજન અને નાઇટ્રોજન)ના નિકાલની પણ ગણતરી કરી.

આખરે તેમણે તારણ કાઢ્યું કે આત્માનું વજન એક ઔંસના ત્રણ ચતુર્થાંશ ભાગ અથવા લગભગ 21 ગ્રામ છે.

ડૉ. મેકડૉગલના આ અભ્યાસનું પરિણામ માર્ચ 1907માં ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

More Web Stories