ઈન્ડોનેશિયાના જાવામાં આવેલા જ્વાળામુખી કાવા ઈજેનનો લાવા વાદળી રંગનો છે.
કાવા ઈજેન જ્વાળામુખી છેલ્લે 1999માં ફાટ્યો હતો, અહીં એસિડનું એક તળાવ પણ આવેલું છે.
આ તળાવને દુનિયાનું સૌથી મોટું એસિડિક ક્રેટર લેક માનવામાં આવે છે.
આ તળાવનો રંગ પણ વાદળી છે, લાવા અને તળાવ વાદળી હોવા પાછળનું કારણ સલ્ફરનું વધુ પ્રમાણ છે.
અહીં લોકો માઉન્ટેઈન હાઈકિંગ માટે આવે છે, જેથી વાદળી લાવાને નીકળતા જોઈ શકાય.
અહીં કેમિકલ માસ્ક લગાવીને જવું પડે છે, નહિતર સલ્ફરની ગંધથી તબિયત ખરાબ થઈ જાય છે.
એસિડના તળાવની પાસે જમીનમાં જતો એક રસ્તો છે, જ્યાંથી સલ્ફર બહાર આવે છે.
આ સલ્ફર ઠંડો થાય ત્યારે પીળો દેખાવા લાગે છે અને પથ્થર બનીને જામી જાય છે.
રોજ આ જ્વાળામુખીમાંથી 14 ટન સલ્ફર કાઢવામાં આવે છે, આ સમયે અહીંનું તાપમાન 45થી 60 ડિગ્રી હોય છે.