મોબાઇલ ફોનના ચાર્જરનો કલર કાળો અથવા તો સફેદ જ કેમ હોય છે? કારણ છે જાણવા જેવું.

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે. હવે આ સ્માર્ટફોન તો ઘણા કલરના આવે છે પરંતુ તેના ચાર્જરનો કલર હંમેશા કાળા અથવા તો સફેદ જ હોય છે.

તો એવામાં પ્રશ્ન થાય કે ચાર્જર હંમેશા કાળા કે સફેદ કલરમાં જ કેમ આવે છે? તો આજે જાણીએ તેની પાછળનું કારણ...

કાળા કલરનું ચાર્જર ગરમીને વધુ પ્રમાણમાં સહન કરી શકે છે. તેમજ કાળો રંગ જેના પર પણ લગાવવામાં આવે એ વસ્તુ જલદી ગરમ થતી નથી.

ટીવી, લેપટોપ, મોબાઇલ વગેરેમાં પણ કાળા રંગનો ઉપયોગ કરવાથી એનું આઉટપુટ વધુ સારું બની શકે છે અને એનું આયુષ્ય પણ વધી શકે છે.

આ ઉપરાંત કાળા કલરનું ઉત્પાદન સસ્તું પડે છે. તેમાં ઓછો ખર્ચ થતો હોવાથી પર્ફોર્મન્સ અને કોસ્ટ કટિંગ એમ બંને રીતે કાળો કલર વધુ યોગ્ય છે.

પરંતુ હવે મોટાભાગના ચાર્જર સફેદ કલરના જોવા મળે છે, સફેદ કલરમાં પ્રતિબિંબ ક્ષમતા ઓછી હોય છે, જેના કારણે તે ઝડપથી ગરમ થતો નથી.

આથી ચાર્જરનું તાપમાન જાળવી રાખવા માટે જ તેનો કલર કાળો અથવા તો સફેદ રાખવામાં આવે છે, જેના કારણે ઓવરહિટીંગની સમસ્યા ન સર્જાય.

More Web Stories