જમીન ધસી જવાથી અચાનક પડેલા દોઢ વિઘા જેટલા મોટા ખાડાએ દેશભરમાં કુતુહલ જન્માવ્યું છે.
રાજસ્થાનના બિકાનેરના લુણકરણરસ તાલુકાના સહજરાસર ગામે દોઢ વિઘા જમીન 100 ફૂટ અંદર જતી રહી છે.
આ ઘટનાએ લોકો અને બિકાનેર જિલ્લા પ્રશાસન અને ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતોને વિચારતા કરી મૂક્યા છે.
જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે એક સમયે તળાવ કે તેની નીચે કૂવો હતો, જેના કારણે કદાચ જમીન ધસી ગઈ છે.
આ ખાડાની પાસે એક રસ્તો છે, ત્યાં પણ જમીન ધસી ગઈ છે. હવે યુવાનો ત્યાં જઈને રીલ્સ બનાવી રહ્યા છે.
જમીન ધસી જવાથી પડેલા ખાડાને જોવા લોકોની ભીડ ઉમટી પડી હતી, જેના બાદ ત્યાં કલમ 144 લાગુ કરવામાં આવી.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ વિશાળકાય ખાડા પાસે પોલીસ ડ્યૂટી પણ લગાવવામાં આવી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે અગાઉ પણ અહીં વીજળી પડી હતી. એક સમયે આ જગ્યા બિજલીગઢ તરીકે જાણીતી હતી.