મોબાઈલના સ્ક્રીન પ્રોટેક્શન કેટલા પ્રકારના હોય છે?.

ટેમ્પર્ડ ગ્લાસ: આ એક સ્ટાન્ડર્ડ ટેમ્પર્ડ ગ્લાસ છે જે કોઈપણ વધારાની સુવિધાઓ કે કોટિંગ્સ વગર મૂળભૂત સુરક્ષા આપે છે.

એન્ટિ-ગ્લેર ગ્લાસ: આમાં મેટ ફિનિશ હોય છે. જે સ્ક્રીન પર રીફ્લેક્શન ઓછું કરીને વધુ લાઈટમાં જોવાનું સરળ બનાવે છે.

પ્રાઈવસી ગ્લાસ: આ ગ્લાસમાં બિલ્ટ-ઇન પ્રાઈવસી ફિલ્ટર હોય છે, જેથી અન્ય વ્યક્તિને સાઈડ એન્ગલથી તમારી સ્ક્રીન જોવાનું મુશ્કેલ બનાવે છે.

ફુલ કવરેજ ગ્લાસ: આ ગ્લાસમાં મોબાઈલની આખી સ્ક્રીન કવર કરી લેવામાં આવે છે.

બ્લુ લાઇટ ફિલ્ટર ગ્લાસ: તેમાં બ્લુ લાઇટ ફિલ્ટર કોટિંગ હોય છે, જે હાનિકારક બ્લૂ લાઈટને આંખમાં આવતી રોકે છે.

ઓલિયોફોબિક કોટેડ ગ્લાસ: મોબાઈલની સ્ક્રીન પર તેલ, ફિંગરપ્રિન્ટ્સ કે અન્ય દાગને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે.

એન્ટી-સ્ક્રેચ ગ્લાસ: આ પ્રકારના સ્કીન પ્રોટેક્ટરની મદદથી ફોનના ડેઈલી યુઝથી આવતા સ્ક્રેચ ઘટાડી શકાય છે.

એન્ટી-શોક ગ્લાસ: આ ગ્લાસમાં એક વધારાનું લેયર હોય છે, જે એકસીડન્ટ પર એક્સ્ટ્રા પ્રોટેક્શન આપે છે.

UV રેસિસ્ટન્ટ ગ્લાસ: આ ગ્લાસ સ્ક્રીનમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતું નુકસાન અટકાવે છે.

More Web Stories