રાજસ્થાનના જેસલમેર શહેરથી અમુક માઈલના અંતરે કુલધારા નામનું એક ગામ છે, જે છેલ્લા 200 વર્ષોથી નિર્જન પડ્યું છે.
આ ગામના લોકો 200 વર્ષ પહેલા રાતોરાત પોતાનુ ગામ છોડીને ક્યાંક બીજે ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા ન આવ્યા.
આ ગામમાં પાલીવાલ બ્રાહ્મણ રહેતા હતા. કહેવાય છે કે આ ગામની એક સુંદર યુવતીના લગ્ન થવાના હતા.
જેસલમેરના દીવાન સાલિમ સિંહની નજર તે યુવતી પર પડી, તેણે તે યુવતી સાથે લગ્ન કરવાની જિદ કરી.
ગ્રામજનોએ સાલિમ સિંહ સાથે યુવતીનું સગપણ કરવાની ના પાડી, તેઓ જાણતા હતા કે સાલિમ સિંહ ગામમાં કત્લેઆમ મચાવશે.
કુલધારાના લોકોએ પુત્રી અને પોતાના ગામના સન્માનને બચાવવા માટે હંમેશા માટે આ ગામને છોડવાનો નિર્ણય કર્યો.
તમામ ગ્રામવાસી રાતના સન્નાટામાં પોતાનો બધો સામાન, ઢોર, અનાજ-વસ્ત્ર લઈને ઘરને છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા.
જેસલમેર નજીક આવેલા આ ગામમાં કેટલીક લાઈનમાં બનેલા પથ્થરના મકાન હવે ધીમે-ધીમે ખંડેર બની ચૂક્યા છે.
અમુક ઘરમાં ચૂલા, બેસવાની જગ્યા અને ઘડા મૂકવાની જગ્યાની હાજરીથી એવુ લાગે છે કે કોઈ અહીંથી હમણાં જ ગયું છે.
લોકોને રાત્રે ખંડેરમાં કોઈકના પગનો અવાજ સંભળાય છે, એવી પણ માન્યતા છે કે ગામના લોકોની આત્મા અહીં ભટકે છે.
એવી માન્યતા છે કે ગામને છોડીને જઈ રહેલા લોકોએ શ્રાપ આપ્યો કે આ ગામ ક્યારેય વસશે નહીં. ગામ આજે પણ વેરાન પડ્યું છે.