એ જગ્યા જ્યાં પારસી લોકો મરણ બાદ પોતાના પ્રિયજનને ખૂલ્લામાં પ્રકૃતિના ખોળે મૂકી દે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
ટાવર ઓફ સાયલન્સમાં મૃતકોના શવને ખુલ્લામાં મૂકી દેવાય છે, જેથી તેમને ગીધ અને સમડી જેવા પક્ષીઓ ખાઈ શકે.
પારસી લોકોનું માનવું છે કે માનવ શરીર પ્રકૃતિની દેન છે, તેના પર આપણો હક નથી, તેથી તેને પ્રકૃતિને પાછું આપવું પડે.
આ પરંપરાને દખ્મા પ્રથા પણ કહેવાય છે, બોમ્બે પાસે આવેલું ટાવર ઓફ સાયલન્સ 1955માં બનાવવામાં આવ્યું હતું.
માલાબાર હિલ મુંબઈમાં પણ એક ટાવર ઓફ સાયલન્સ છે, જેમાં મૃતદેહ છોડી પારસી લોકો દખ્મા પ્રથાનું પાલન કરે છે.
પારસી ધર્મમાં પૃથ્વિ, અગ્નિ, વાયુ અને જળ અત્યંત પવિત્ર મનાય છે, પારસી લોકો તેમને દુષિત કરવા વિશે વિચારી પણ ન શકેપારસી ધર્મમાં પૃથ્વિ, અગ્નિ, વાયુ અને જળ અત્યંત પવિત્ર મનાય છે, પારસી લોકો તેમને દુષિત કરવા વિશે વિચારી પણ ન શકે.
એટલે જ તેઓ દફનવિધિ કે અગ્નિસંસ્કારમાં નથી માનતા.
જો કે ધીરે ધીરે આ પરંપરા ખતમ થઈ રહી છે, હવે તેઓ પણ અગ્નિસંસ્કાર કરતા થયા છે.