ઘરબેઠા 5 મિનિટમાં મેળવો ડિજિટલ આધાર કાર્ડ.
તમે તમારા મોબાઈલ, લેપટોપ વગેરેમાં ડિજિટલ આધાર રાખી શકો છો. આ તમારા આધારની ઈલેક્ટ્રોનિક કોપી છે જે સંપૂર્ણ રીતે માન્ય છે.
ડિજિટલ આધાર ડાઉનલોડ કરવા માટે, સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ અને તમારી આધાર સંબંધિત માહિતી ભરો.
ત્યારબાદ તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરો અને 'જનરેટ OTP' બટન પર ક્લિક કરો.
ત્યારપછી જે OTP આવ્યો છે તેને ભરો અને Verify પર ક્લિક કરો.
છેલ્લે 'ડાઉનલોડ આધાર' પર ક્લિક કરીને ડિજિટલ આધાર ડાઉનલોડ કરો.