દેશભરમાં આવેલા રામભક્ત હનુમાનજી મહારાજના અનોખા મંદિરો.

સંકટ મોચન મંદિર, વારાણસી: તુલસીદાસજીને રામચરિતમાનસની રચના વખતે આ મંદિરમાં હનુમાનજીએ દર્શન આપ્યા હતા..

શ્રી બડે હનુમાનજી મંદિર, પ્રયાગરાજઃ ત્રિવેણી સંગમ પાસે આવેલું આ મંદિરમાં સૂતા હનુમાનજીની મૂર્તિની પૂજા થાય છે..

જાખૂ મંદિર, શિમલા: 8100 ફૂટની ઊંચાઈ પર આવેલું હનુમાનજીનું આ મંદિર 108 ફૂટ ઊંચી મૂર્તિ માટે પ્રખ્યાત છે..

પંચમુખી હનુમાન, રામેશ્વરમ: મહિરાવણને મારવા અને ભગવાન રામ અને લક્ષ્મણને બચાવવા માટે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કર્યું હતુ..

હનુમાનગઢી, અયોધ્યાઃ હનુમાનજી અયોધ્યા નગરીની રક્ષા કરતા હોવાથી હનુમાનગઢીની મુલાકાત વિના અયોધ્યાની યાત્રા અધૂરી છે..

બાલાજી હનુમાન, રાજસ્થાન: ચુરુ જિલ્લામાં સ્થિત સાલાસર ગામમાં દાઢી અને મૂંછવાળી હનુમાનજીની અનોખી મૂર્તિ આવેલી છે..

પ્રાચીન હનુમાન મંદિર, દિલ્હીઃ કનોટ પ્લેસમાં આવેલા આ મંદિરને મહાભારતના સમયમાં સ્થાપિત પાંચ મંદિરોમાંનું એક માનવામાં આવે છે..

અંજનાદ્રી ટેકરી, હમ્પી: માન્યતાઓ અનુસાર, કર્ણાટકમાં હમ્પી નજીક હનુમાનહલ્લીમાં આવેલી આ ટેકરી પર હનુમાનજીનો જન્મ થયો હતો..

નમક્કલ અંજનેય મંદિર, તમિલનાડુ: અહીં ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મી અને હનુમાનજીને નરસિંમ્હા સ્વરૂપમાં દર્શન આપ્યા હતાં..

બાલાજી હનુમાન, મહેંદીપુરા, રાજસ્થાન: બાધાઓથી મુક્તિ માટે લોકો અહીં દર્શન કરવા આવે છે..

મહાવીર મંદિર, પટના: પટનામાં આવેલા મંદિરમાં અસ્થાયી રામ સેતુને કાંચના એક પાત્રમાં રાખવામાં આવ્યો છે..

More Web Stories