આ ચોમાસામાં મેઘાલયની આ 7 જગ્યાએ જવાનું ન ચૂકશો.
દાવકી નદી: ભારત બાંગ્લાદેશની સરહદ પર આવેલું દાવકી એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. અહી નદીનું પાણી એટલું ચોખ્ખું છે કે તમે કાચ પર હોળી ચલાવતા હોય એવું લાગે છે.
સેવન સિસ્ટર્સ ધોધ, ચેરાપુંજી: આ ભારતનો ચોથો સૌથી ઊંચો ધોધ છે, જેની ઉંચાઈ 1033 ફૂટ છે, જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ધોધના સાતેય પ્રવાહ સુંદર દેખાઈ છે.
ડબલ-ડેકર રૂટ બ્રિજ: સ્થાનિક ખાસી આદિજાતિ દ્વારા પ્રાચીન રબરના વૃક્ષોના જીવંત મૂળમાંથી આ 3 કિલોમીટર લાંબો અને જમીનથી 2,400 ફૂટ ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે.
લેટલમ કેન્યોન્સ: સ્થાનિકોમાં સીટ વેલી તરીકે ઓળખાતું આ સ્થળ મેઘાલયનો પેનોરમા વ્યૂ આપે છે.
વારી ચોરા: ગારો હિલ્સમાં આવેલું આ સ્થળ લેન્ડસ્કેપ્સ, ગાઢ જંગલો અને કેસ્કેડિંગ ધોધ માટે પ્રખ્યાત છે.
રોલિંગ હિલ્સ: પશ્ચિમ ખાસી હિલ્સની ફરતી ટેકરીઓ એક કુદરતી અજાયબી છે. લીલાછમ મેદાનો, ટેકરીઓ, ધુમ્મસથી ઢંકાયેલી ખીણો મનને આનંદિત કરે છે.
આમકોઈ: જયંતિયા હિલ્સમાં આવેલું આ સ્થળએક જિયોગ્રાફીકલ વન્ડર કહી શકાય તેવું સ્થળછે. તેના અનોખા આકારના ખડકો આકર્ષક છે.