40 હજાર કિલો ઘીમાંથી 15મી સદીમાં બનાવ્યું હતું આ અનોખું દેરાસર, આજે પણ ઉનાળામાં નીતરે ઘી.
રાજસ્થાનના બિકાનેરમાં આવેલ આ દેરાસરનું નિર્માણ ભાંડા શાહ નામના વેપારી દ્વારા 15મી સદીમાં કરવામાં આવ્યું હતું.
ઈ.સ. 1468માં બાંધવામાં આવેલા આ દેરાસરમાં પાણીના બદલે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દેરાસરના નિર્માણકાર્ય વખતે જ ભાંડા શાહનું મૃત્યુ થઈ ગયું હોવાથી તેમની દોહિત્રીએ ઈ.સ.1541માં આ જૈન મંદિરનું નિર્માણકાર્ય પૂરું કરાવ્યું હતું.
આ મંદિર જૈન ધર્મના પાંચમા તીર્થંકર સુમતિનાથને સમર્પિત હોવાથી તેને 'સુમતિનાથ મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ જૈન મંદિરમાં રંગબેરંગી ચિત્રો અને સુંદર કોતરણી પણ જોવા મળે છે.
બાંધકામમાં શુદ્ધ ઘીનો ઉપયોગ થયો હોવાથી મંદિરની દીવાલોમાંથી ઉનાળામાં ગરમીના કારણે ઘી નીતરતું જોવા મળે છે.
મંદિર નિર્માણના 500 વર્ષ બાદ પણ મંદિર પરિસર ઘીના કારણે ચીકણું રહે છે તેમજ આ મંદિર જોવા આજેય મોટી સંખ્યામાં દેશવિદેશના પ્રવાસીઓ આવે છે.