શું તમે પાણીપુરીના આ અનોખા નામ સાંભળ્યા છે?.
ગોલ ગપ્પા: હરિયાણા સિવાય ઉત્તર ભારતમાં પાણીપુરીને ગોલ ગપ્પા કહેવામાં આવે છે.
પાણીપુરી: મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને નેપાળના કેટલાક ભાગોમાં આ નામથી ઓળખાય છે.
પુચકા: પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર અને ઝારખંડમાં તેને પુચકા તરીકે ઓળખવામાં આવે છે.
પકોડી: ગુજરાતના કેટલાક ભાગોમાં તેને પકોડી પણ કહેવામાં આવે છે.
પાણીના પતાશા: હરિયાણાના અમુક વિસ્તારમાં પાણીપુરીને પાણીના પતાશા કહેવામાં આવે છે.
પતાશી: રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારમાં તે પતાશી તરીકે પણ ઓળખાય છે.
ગુપ ચુપ: પાણીપુરી મોઢામાં મૂકતા થોડી વાર કશું જ બોલી શકાતું નથી આથી ઓડીશા, ઝારખંડ, છત્તીસગઢ, હૈદરાબાદ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં આ નામથી ઓળખાય છે.
ફુલ્કી: ઉત્તરપ્રદેશ અને નેપાળના અમુક હિસ્સામાં પાણીપુરીને ફુલ્કી પણ કહેવામાં આવે છે.
ટિક્કી: આમ તો ટિક્કીનો અર્થ આલૂ ટિક્કી છે, પરંતુ મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં પાણીપુરીને ટિક્કી કહેવામાં આવે છે.
પડાકા: યુપીના અલીગઢમાં ગોલ ગપ્પાને આ નામથી પણ ઓળખવામાં આવે છે.