ઉનાળામાં 10 ફળ ખાવાનું રાખો, ગરમીમાં પણ શરીરને રાખશે ઠંડુ અને હાઇડ્રેટ.
તરબૂચમાં લગભગ 90% પાણી હોવાથી તે ઉનાળામાં સૌથી વધુ ખાવામાં આવે છે, તે શરીરને ઠંડક આપે છે તેમજ થાક અને સનસ્ટ્રોક જેવી સમસ્યાઓ ઘટાડે છે.
જામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને તાજગી આપવાની સાથે હાઇડ્રેટ પણ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે.
ઉનાળામાં નારિયેળ પાણી પીવું ફાયદાકારક છે. આ એક પ્રાકૃતિક ઈલેક્ટ્રોલાઈટ ડ્રીન્ક છે, જે શરીરને ઠંડુ રાખવાની સાથે હાઇડ્રેટ પણ રાખે છે.
નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમજ તે શરીરને હાઇડ્રેટ કરવાની સાથે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
અનાનસમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ અને પાણીની ભરપૂર માત્રા હોવાથી તે સ્કિન, શરીર, વાળ અને પાચનતંત્ર માટે ફાયદાકારક છે.
સ્ટ્રોબેરી એન્ટીઓક્સીડેન્ટનો સારો સોર્સ છે. તે સ્કિનને ચમકદાર બનાવે છે અને શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
જરદાલુમાં સારી માત્રામાં વિટામિન A અને C અને પાણી હોય છે. તે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે.
ટેટી પણ તરબૂચ જેવી મીઠી અને પાણીથી ભરપૂર અને શરીરને ઠંડુ રાખે છે. તેમજ તે કિડની માટે ફાયદાકારક છે અને શરીરમાંથી ટોક્સીન્સ દૂર કરવામાં મદદ કરે છે.
દ્રાક્ષમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, સોડિયમ, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. દ્રાક્ષ શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખે છે.
પ્લમમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન સી હોવાથી તે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે, આ સાથે ઉનાળામાં શરીરને ઠંડક પણ આપે છે.