7 હેલ્ધી ડ્રીંક્સ શરીરને રાખશે અંદરથી ઠંડુ.
ઉનાળાની ઋતુમાં સોફ્ટડ્રીંક્સ સિવાય પણ ઘણા બધા ભારતીય ડ્રીંક છે જે શરીરને અંદરથી ઠંડુ રાખવાનું કામ કરે છે.
આ ડ્રીંક્સ થાક, હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને ગરમી સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
ઉનાળાની ઋતુમાં કાચી કેરીમાંથી બનતું આમ પન્ના વિટામિન સી, વિટામિન બી અને આયર્નથી ભરપૂર હોય છે. તે શરીરને અંદરથી ઠંડુ રાખે છે.
ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ, હાઈડ્રેટ અને એનર્જેટિક રાખવા માટે લીંબુ પાણી બેસ્ટ ઓપ્શન છે.
નાળિયેર પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું લેવલ ઊંચું આવે છે અને શરીર હાઇડ્રેટ થાય છે.
શેરડીનો રસ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જેથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ઉનાળામાં પણ ઠંડુ રહે છે.
ઉનાળાની ઋતુમાં ફુદીના ડ્રીંક શરીરને અંદરથી ઠંડુ રાખવાનું પણ કામ કરે છે.
પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર સત્તુ ડ્રીંક પણ ઉનાળાની ઋતુમાં ખૂબ જ પીવામાં આવે છે. તે શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે.
છાશ એક પ્રોબાયોટિક ડ્રીંક છે જે પાચનમાં સુધારો કરે છે અને શરીરને ઠંડુ પાડે છે.