વેકેશનમાં ફેમિલી સાથે ફરવાલાયક ભારતની 9 હોટ ફેવરિટ જગ્યાઓ, થશે પૈસા વસૂલ.

ઉનાળાના વેકેશનમાં ભારતના આ મનમોહક સ્થળોની પરિવાર સાથે માણો મજા.

મનાલી, હિમાચલ પ્રદેશ: ફેમિલી વેકેશન માટે મનાલી એક અદભૂત સ્થળ છે.

લેહ-લદાખ, કાશ્મીર: લેહ પોતાની સુંદરતાને લીધે જાણીતું છે, જ્યારે લદાખ એક મનોહર ઠંડુ રણ છે, જે વેકેશન માટે બેસ્ટ છે.

કોડાઈકનાલ, તમિલનાડુ: 'પ્રિન્સેસ ઓફ ધ હિલ સ્ટેશન' તરીકે પ્રખ્યાત કોડાઇકનાલ ફેમિલી વેકેશન માટે એક બેસ્ટ જગ્યા છે.

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ: અહી ઘણા સુંદર બૌદ્ધ મઠો અને ટાઈગર હિલ પર સૂર્યોદય જોવાનો લ્હાવો લેવા જેવો છે.

ગંગટોક, સિક્કિમ: ગંગટોકમાં તાશી વ્યુપોઇન્ટ, ગણેશ ટોક અને કાંચનજંઘા મુખ્ય આકર્ષણો છે.

નૈનીતાલ, ઉત્તરાખંડ: નૈનીતાલમાં અસંખ્ય મનમોહક તળાવો છે જેમાં બોટિંગ, યાચિંગ અને પેડલિંગ જેવી લેકસાઇડ પ્રવૃત્તિઓ પણ તમારું મન મોહી લેશે.

મુનાર, કેરળ: કેરળનું મુનાર એ ફેમિલિ સાથે માણી શકાય તેવું સ્થળ છે. અહિંનો ઇકો પોઇન્ટ, લક્કમ વોટરફોલ્સ અને અસંખ્ય ચાના બગીચા વેકેશન માટે બેસ્ટ છે.

શ્રીનગર, કાશ્મીર: કાશ્મીરનું શ્રીનગર તેના અદભૂત સૌંદર્ય માટે વખણાય છે. શ્રીનગરના દાલ લેક, શંકરાચાર્ય પહાડી મંદિર અને મુગલ ગાર્ડન્સ પણ બેસ્ટ જગ્યા છે.

મહાબળેશ્વર, મહારાષ્ટ્ર: ઉનાળાની ઋતુમાં ફરવા માટે ઉત્તમ જગ્યા છે. અહિંનાં લોકપ્રિય સ્થળોમાં પ્રતાપગઢ કિલ્લો, વેન્ના તળાવ, લિંગમાલા વોટરફોલ, પંચ ગંગા મંદિર અને આર્થર્સ સીટ છે.

More Web Stories