ઉનાળામાં લગ્નમાં જવાના હોવ તો 5 આઉટફીટ છે સૌથી બેસ્ટ, લોકો જોતાં રહી જશે.

ઉનાળો પોતાની સાથે અનેક પડકાર લઈને આવે છે. એવામાં જો તમારે લગ્નમાં જવું પડે, તો શું પહેરવું એ જ નક્કી કરવું મુશ્કેલ હોય છે.

જો તમે લગ્નમાં જવાનું વિચારી રહ્યા છો, તો બી-ટાઉન સેલેબ્સથી પ્રેરણા લઈને તમે આ સ્ટાઇલિશ આઉટફીટ ટ્રાય કરી શકો છો.

ઉનાળામાં લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે, તમે લાઈટ કલરની અને પ્રી-ડ્રેપ્ડ સાડીઓ લઈ શકો છો.

ઉનાળામાં લગ્નમાં ક્લાસિક કુર્તા સેટ પહેરીને તમે સ્ટાઇલિશ લુક અપનાવી શકો છો. હલ્દી હોય, મહેંદી હોય કે પછી તમે સંગીતમાં દિલ ખોલીને નાચવા માટે આ બેસ્ટ ઓપ્શન છે.

લગ્નમાં તમે ફ્લોઈ કફ્તાન પહેરી શકો છો. આ આઉટફીટ તમને તેના આરામદાયક અને સુંદર ડ્રેપ સાથે સ્ટાઇલિશ લુક આપશે.

લગ્નમાં તમે સ્ટેટમેન્ટ બ્લાઉઝ સાથે ફ્લોઇ પ્લાઝો સેટ હોય, સ્ટ્રક્ચર્ડ ટોપ સાથે ડ્રેપેડ સ્કર્ટ હોય કે પછી બ્રિઝી શરારા સેટ જેવા કો-ઓર્ડ સેટ પણ ટ્રાય કરી શકો છો.

More Web Stories