લાંબા સમય સુધી ACમાં રહેવું સ્વાસ્થ્ય માટે હાનીકારક, જાણો સાઈડ ઈફેક્ટ.
ઉનાળામાં AC કોઈ વરદાનથી ઓછું નથી. પરંતુ તે તમને ઠંડકની સાથે ઘણી આડઅસરો પણ આપે છે જે ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
AC લાંબા સમય સુધી રહેવાથી સ્કીન ડ્રાય થઇ જાય છે અને ખંજવાળ આવે છે.
લાંબા સમય સુધી AC માં રહેવાથી આપણે પૂરતું પાણી પીતા નથી જેના ડિહાઇડ્રેશન થઈ શકે છે.
AC માં વધુ સમય વિતાવવાથી નાક અને ગળું સુકાવું, શ્વાસ લેવામાં તકલીફ, નાક બંધ થવું જેવી સમસ્યા થઇ શકે છે.
AC ના શુષ્ક વાતાવરણથી આંખોમાંથી ભેજ પણ દૂર થાય છે, જેથી આંખોમાં બળતરા, લાલાશ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ગરમીમાં AC માંથી બહાર નીકળવાથી તાપમાનમાં વારંવાર વધઘટ થતા માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
લાંબા સમય સુધી AC માં રહેવાથી તાજી હવાનો સંપર્ક ઓછો થાય છે, જેના કારણે ઓક્સિજન લેવલ ઘટી શકે છે અને વ્યક્તિ આળસ, થાક અને એનર્જીનો અભાવ અનુભવાય છે.
જો સમય સમય પર AC સાફ ન કરવામાં આવે તો તેમાં ધૂળ અને બેક્ટેરિયા જમા થઈ શકે છે. આનાથી એલર્જી અને અસ્થમાની સમસ્યા થઇ શકે છે. આથી નિયમિત સફાઈ કરવી જરૂરી.
દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો, તાજી હવા લેવાનું રાખો, તેમજ AC નું તાપમાન ખૂબ ઓછું ન રાખવા જેવી સાવધાની અવશ્ય રાખો.