ગણેશ ઉત્સવમાં ગુજરાતના આ 6 ફેમસ ગણપતિ મંદિરના કરો દર્શન.
અમદાવાદની પાસે મહેમદાવાદમાં આવેલું સિદ્ધવિનાયક મંદિર એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર છે, મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે.
નવસારીના સુપા પરગણામાં સિસોદ્રા ગામે આવેલા ગણપતિ મંદિરને મુઘલ સમ્રાટ ઔરંગઝેબની સેનાએ તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે વડમાંથી ઝુંડમાં નીકળેલા ભમરાઓ સેનાને ભગાડી હતી.
અમદાવાદમાં લાલ દરવાજા પાસે ગણપતિનું પેશ્વાકાલીન મંદિર આવેલું છે. જેમાં બાપ્પાની 2 પ્રતિમા છે. એક જમણી સૂંઢવાળા ગણપતિ છે, તો બીજા આરસપહાણની સિંદૂરી રંગના ગણેશ છે.
જૂનાગઢમાં આવેલું ઇગલ ગણપતિ મંદિર સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટું ગણપતિ મંદિર છે, જેમાં બાપ્પાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલી છે. આ મંદિરની સૌથી ખાસ વાત તો એ છે કે ત્યાં કોઇ દાનપેટી નથી.
અમદાવાદ નજીક ધોળકા પાસે આવેલા કોઠ/ગણપતપુરા મંદિરમાં જમણી સૂંઢના ગણપતિ છે. તેમજ 6 ફૂટની સોનાના આભૂષણ સાથે સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ મનોકામના પૂર્ણ કરે છે.
ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામ સિધ્ધિ વિનાયક મંદિર આવેલું છે. આ મંદિર ભાવિકો ટપાલ દ્વારા પોતાની મનોકામના, દુઃખ કે દર્દ લખીને ભગવાનને મોકલવાની અનોખી પરંપરા માટે જાણીતું છે.