ગુજરાતના આ મતદારો બન્યા દેશ માટે પ્રેરણા સમાન.

ખેડા જિલ્લાના નડિયાદના દિવ્યાંગ યુવકે બંને હાથ ન હોવા છતાં પગથી મતદાન કર્યુ.

વડોદરાના ગોરવા વિસ્તારમાં હાર્ટ એટેક આવ્યાના 24 કલાક બાદ કમલેશભાઈ લિમ્બાચિયા મતદાન કરવા માટે પહોચ્યા હતા.

વડોદરામાં ગંભીર બીમારીથી પીડાતા મયુરભાઈ એમ્બ્યુલન્સમાં મત આપવા માટે ગયા હતા.

છેલ્લા 11 વર્ષથી મસ્કત ઓમાનમાં રહેતા નેહાબેન વોરા 1500 કિલોમીટરની મુસાફરી કરીને વડોદરા મત આપવા આવ્યા હતા.

એકસીડન્ટના કારણે 16 વર્ષથી પથારીવશ એવા 36 વર્ષના કૃપલ ચોકસીને તેના પિતા ઉંચકીને મતદાન મથક સુધી મત આપવા લાવ્યા હતા.

102 વર્ષના સવિતાબેન, 19 વર્ષનો પ્રપૌત્ર મિશિત શાહ, વડોદરામાં એક જ પરિવારની ચાર પેઢીએ એક સાથે વોટિંગ કર્યુ.

વાઘોડિયાના નીમેટા ખાતેના મતદાન મથક પર 104 વર્ષના મતદાર ઈચ્છાબેન સોમગીરએ મતદાન કરી અન્ય લોકોને પ્રેરણા આપી હતી.

ગોધરાના ધવલ સોલંકી નામના યુવા વર રાજા પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથક પહોંચ્યા હતા.

વડોદરાના નવાયાર્ડ વિસ્તારના 106 વર્ષના ગીતાબેનએ મતદાન કરીને યુવાનોને મત આપવા અપીલ કરી.

More Web Stories