શિયાળામાં ગુજરાતમાં જ ફરવા જવાનો પ્લાન કરો છો? તો આ રહ્યા 7 સુંદર સ્થળ.

શિયાળામાં ફરવાની મજા કંઇક અલગ છે. જો તમે પણ આ શિયાળામાં ફરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો અને બજેટ ઓછુ છે તો ગુજરાતના આ સ્થળો તમારા માટે સૌથી બેસ્ટ છે.

સ્ટેટ્યૂ ઓફ યુનિટી, કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, વેલી ઓફ ફ્લાવર્સ અને સરદાર સરોવર ડેમ સહિત આસપાસની જગ્યા શિયાળામાં ફરવાની મજા વધારે છે.

કચ્છ: કચ્છમાં રણોત્સવ, માતાનો મઢ, નારાયણ સરોવર, માંડવી અને મુન્દ્રાના પોર્ટ, અંજારમાં જેસલ તોરલની સમાધિ, ધોળાવીરા, સ્મૃતિ વન, ભુજીયો, કાળો ડુંગર, હમીરસર તળાવ જોવાલાયક છે.

ગીર નેશનલ પાર્ક: એશિયાટિક સિંહોના નિવાસસ્થાનની મુલાકાત લેવા માટે શિયાળો બેસ્ટ ઋતુ છે.

દ્વારકા: ચાર ધામ યાત્રાધામોમાંનું એક દ્વારકા શિયાળાની મુલાકાત માટે યોગ્ય છે. તેમજ નજીકમાં બેટ દ્વારકા ટાપુ અને દરિયાકાંઠાના દૃશ્યો પ્રવાસને મજેદાર બનાવે છે.

સાપુતારા: ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ઝાકળવાળી સવાર, લીલીછમ ખીણો અને શાંત વાતાવરણ અને સનસેટ પોઈન્ટ પ્રકૃતિપ્રેમી માટે બેસ્ટ છે.

અમદાવાદ: આ સીટી હેરિટેજ અને આધુનિકતાનું મિશ્રણ છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમ, અડાલજ વાવ અને ઐતિહાસિક શહેર વિસ્તાર ઉપરાંત જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર છે.

More Web Stories