જામનગરના નવા 'રાજા' અને પૂર્વ ક્રિકેટર અજય જાડેજા છે આટલા કરોડના આસામી.

પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા રાજવી પરિવારમાંથી આવે છે, જે જામનગરના નવા ઉત્તરાધિકારી બનશે.

જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ શુક્રવારે અજયસિંહજી જાડેજાને નવા ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા.

શત્રુશલ્યસિંહજી જાડેજાએ જાહેરાત કરતા કહ્યું હતું કે મને આનંદ છે કે અજય જાડેજા નવાનગરના નવા જામ સાહેબ બનશે.

અજય જાડેજા પહેલાથી જ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીથી ઘણા નજીક હતા. એવુ અનુમાન પણ લગાવવામાં આવતું કે તેઓ જ નવા જામ સાહેબ બનશે.

અજય જાડેજા 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા અને વાઇસ-કેપ્ટન પણ હતા, તેમણે ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમી છે.

મેચ ફિક્સિંગમાં તેમનું નામ આવ્યા બાદ તેના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. જો કે 2003માં દિલ્હી હાઈકોર્ટે તે પ્રતિબંધ હટાવી દીધો હતો.

તાજેતરમાં જ તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને પણ કોચિંગ આપ્યું હતું.

જાડેજાના પિતા દોલતસિંહજી જાડેજા રાજનેતા હતા. ઉપરાંત, અજય જાડેજા રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારના સભ્ય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય જાડેજાની કુલ સંપત્તિ રૂ. 250 કરોડ છે અને તે શાહી જીવન જીવે છે.

More Web Stories