ગુજરાતમાં 40 થી 65 ફૂટના 'દશાનન', આ જગ્યાએ વિશ્વના સૌથી ઊંચા રાવણનું દહન.
ગાંધીનગરના દહેગામમાં 40 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન થશે, હાલ વરસાદી વાતાવરણના કારણે રાવણને રેઇનકોટ પહેરાવવો પડ્યો હતો.
અમદાવાદના અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિર પાસે સૌથી મોટા 51 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે.
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં 55 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે.
નડિયાદ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડમાં આ વર્ષે 55 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દશેરાના દિવસે દહન કરાશે.
આણંદમાં અંદાજિત 55 ફૂટ ઊંચા અને ગદાધારી રાવણના પૂતળાનું દહન થશે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 60 ફૂડ ઊંચા રાવણ અને 30 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાંનું દહન કરાશે.
સુરતમાં 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું તેમજ 50 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ દહન કરવામાં આવશે.
દિલ્હીના દ્વારકા સ્થિત રામલીલા મેદાનમાં વિશ્વના સૌથી ઊંચા રૂ. 30 લાખના ખર્ચે તૈયાર થયેલા 211 ફૂટના રાવણના પૂતળાનું દહન થશે.