ગુજરાતની ઓળખ છે આ 25 વસ્તુઓ, જેને મળ્યો છે GI ટેગ.
GI ટેગ એ ભૌગોલિક ઓળખ (Geographical Indications Tags) છે, જે ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાંથી ઉદ્ભવતી પ્રોડક્ટ, સેવા કે કળાને ઓળખ આપે છે..
ભારત પાસે એવા અંદાજીત 300 અને ગુજરાત પાસે 25 GI ટેગ છે.
સંખેડા ફર્નિચર, છોટાઉદેપુર (હેન્ડીક્રાફ્ટ), પીઠોરા ચિત્રો, છોટાઉદેપુર (હેન્ડીક્રાફ્ટ).
ખંભાતના અકીક (હેન્ડીક્રાફ્ટ), ટાંગલીયા શાલ, સુરેન્દ્રનગર (હેન્ડીક્રાફ્ટ).
કચ્છ બાંધણી (હેન્ડીક્રાફ્ટ), કચ્છ અજરખ (હેન્ડીક્રાફ્ટ).
કચ્છ એમ્બ્રોઇડરી (હેન્ડીક્રાફ્ટ), કચ્છી શાલ (હેન્ડીક્રાફ્ટ).
કચ્છ રોગન ક્રાફ્ટ (હેન્ડીક્રાફ્ટ), કચ્છી ખારેક (ખેતી).
સુરત ઝરી કામ (હેન્ડીક્રાફ્ટ), સુરત સાડેલી ક્રાફ્ટ (હેન્ડીક્રાફ્ટ).
ગીર કેસર કેરી (ખેતી), ભાલિયા ઘઉં (ખેતી).
પાટણ પટોળા (હેન્ડીક્રાફ્ટ), વરલી પેઇન્ટિંગ, ડાંગ (હેન્ડીક્રાફ્ટ).
જામનગરી બાંધણી (હેન્ડીક્રાફ્ટ), રાજકોટ પટોળા (હેન્ડીક્રાફ્ટ).
પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, અમદાવાદ (હેન્ડીક્રાફ્ટ), અમદાવાદ સોદાગીરી બ્લોક પ્રિન્ટ (હેન્ડીક્રાફ્ટ).
માતાની પછેડી, અમદાવાદ (હેન્ડીક્રાફ્ટ).
ગુજરાતના ઘરચોળા (હેન્ડીક્રાફ્ટ), ગુજરાત સૂફ એમ્બ્રોઇડરી (હેન્ડીક્રાફ્ટ).
ભરૂચ સુજાણી વણાટ (હેન્ડીક્રાફ્ટ), અંબાજી સફેદ માર્બલ (નેચરલ).