તમે ભારતના ભૂતિયા સ્થળો વિશે તો જાણતા જ હશો. એ પછી ભાનગઢનો કિલ્લો હોય કે કુલધારા ગામ. આજે તમને ગુજરાતના કેટલાક સ્થળોની મુલાકાત કરાવીએ જે ભૂતિયા હોવાની વાયકા છે.
ડુમસ બીચ : લોકોનું કહેવું છે કે અહીં રાત્રે ઘણી આત્માઓ ભટકે છે, એટલા માટે અહીં રાત્રે એકલા જવાની મનાઈ છે. આ કારણથી સુરતનો ડુમસ બીચ ભારતની મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. રાતના સમયે ત્યાં કોઈ ફરકતું પણ નથી.
ઉપરકોટનો કિલ્લો : અહીં જામા મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા માનવામાં આવે છે. સ્થાનિક લોકો સૂર્યાસ્ત પછી અહીં જતા નથી. અહીંથી રહસ્યમયી અવાજ આવવાનો લોકો દાવો કરે છે.
સિંધરોટ : સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં અડધા માથા વાળી એક યુવતીનો ખૌફ જોવા મળે છે. આ યુવતી જે રસ્તેથી આવ્યા તે રસ્તેથી જ પરત જવા માટે કહે છે અને સાથે જ ગામમાં પ્રવેશ ના કરવા માટે ચેતવણી આપે છે.
હોન્ટેડ ટ્રી, ચાંદખેડા : સ્થાનિકોનું માનવું છે કે આ ઝાડ પર એક પ્રેતનો વાસ છે. જે કોઈ વ્યક્તિ રાત્રે આ ઝાડની પાસેથી પસાર થાય છે તેને ડરામણા દ્રશ્યો દેખાય છે અને બિહામણા સપનાં આવે છે.
બગોદરા-રાજકોટ રોડ : આ હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધુ હોવાના કારણે લોકો તેના માટે કોઈ અદ્રશ્ય શક્તિને કારણભૂત માને છે. બગોદરા અને લીમડી વચ્ચેના વિસ્તારમાં કોઈ મહિલાની આત્મા ભટકતી હોવાની વાયકા છે.
સિગ્નેચર ફાર્મ, અમદાવાદ : અહીં દિવસે જતાં પણ લોકો ડરે છે. આ સ્થળ પર અનેક તૂટેલી મૂર્તિઓ છે. સૂર્યાસ્ત પછી લોકોને ઘોડા દોડવાના અવાજ સંભળાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે, પહેલા આ સ્થળ નરસંહારનું કેન્દ્ર હતું.
જીટીયુ કેમ્પસ : અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કેમ્પસમાં ભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ્પસની લિફ્ટમાં અને સીડીમાં કોઈની હાજરી હોવાનો અહેસાસ વિદ્યાર્થીઓને થાય છે. જો કે ઘણા લોકો આ વાતને માત્ર અફવામાં પણ ખપાવે છે.