PM મોદી, રૂપાલા, ધાનાણી સહિત ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોએ કર્યું મતદાન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહે નારણપુરા ખાતે મતદાન કર્યું.
રાજકોટ બેઠકનાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ અમરેલીનાં ઈશ્વરીયા ગામે મતદાન કર્યું.
ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદના શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું.
બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું.
રાજકોટથી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીનાં બહારપરાની શાળામાં મત આપ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સહ પરિવાર મતદાન કર્યું હતુ.
ભાજપ ગુજરાત પ્રમુખ અને નવસારી ઉમેદવાર સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજમાં મતદાન કર્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી તથા પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાએ કર્યું મતદાન.
આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ કર્યું મતદાન.