Lok Sabha Elections 2024: બોલિવૂડ સેલિબ્રિટી જેઓ ભારતમાં નથી આપી શકતા પોતાનો મત.
કેટરિના કૈફ: તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ હોવાથી તે ભારતની ચૂંટણીમાં મતદાન કરી શકતી નથી.
જેકલીન ફર્નાન્ડિઝ: મિસ યુનિવર્સ શ્રીલંકા જીતનાર જેકલીન શ્રીલંકાની નાગરિક છે.
આલિયા ભટ્ટ: તેની બ્રિટિશ નાગરિકતા હોવાના કારણે તે ભારતની ચૂંટણીમાં મતદાન કરી ન શકે.
ઈમરાન ખાન: તે જન્મથી જ અમેરિકન હોવાથી તે ભારતીય ચૂંટણીઓમાં ભાગ લઈ શકે નહિ.
નોરા ફતેહી: નોરાની કેનેડિયન નાગરિકતાના કારણે તે ભારતમાં મતદાન નહિ કરી શકે.
નરગીસ ફખરી: રોકસ્ટાર અને મદ્રાસ કાફે જેવી ફિલ્મોથી જાણીતી બનેલી આ અભિનેત્રી અમેરિકન નાગરિકતા ધરાવે છે.
દીપ્તિ નવલ: તેમણે લાંબા સમયથી અમેરિકામાં વસવાટ કર્યો હોવાથી તેમને અમેરિકાની નાગરિકતા મળી છે.
કલ્કી કોચલીન: તેનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હોવા છતાં માતાપિતા પાસેથી તેને વારસામાં ફ્રેન્ચ નાગરિકતા મળી છે.
ઇલિયાના ડીક્રુઝ: તેનો પરિવાર પોર્ટુગીઝ પ્રદેશ ગોવા સાથે સંબંધ ધરાવતો હોવાથી તેને 2014માં પોર્ટુગીઝ રાષ્ટ્રીયતા મળી હતી.