મનોજ કુમાર માત્ર એક્ટર જ નહીં પણ એક સારા ડિરેક્ટર પણ હતા, આ ફિલ્મોનું કર્યું હતું દિગ્દર્શન.
'ભારત કુમાર' તરીકે જાણીતા દિગ્ગજ બોલિવૂડ એક્ટર અને ફિલ્મ ડિરેક્ટર મનોજ કુમારનું 87 વર્ષની ઉંમરે આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું.
મનોજ કુમાર માત્ર એક એક્ટર જ નહીં પરંતુ એક ઉત્તમ ડિરેક્ટર પણ હતા. તેમણે સામાજિક સંદેશા આપતી અને દેશભક્તિની ભાવનાવાળી ઘણી યાદગાર ફિલ્મોનું ડિરેકશન કર્યું છે.
ઉપકાર (1967): મનોજ કુમાર દ્વારા નિર્દેશિત આ તેમની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મનું પ્રખ્યાત ગીત 'મેરે દેશ કી ધરતી' આજે પણ લોકોમાં ફેમસ છે.
પૂરબ ઔર પશ્ચિમ (1970): આ ફિલ્મ ભારત અને પશ્ચિમી દેશો વચ્ચેના સાંસ્કૃતિક તફાવતો પર આધારિત હતી.
શોર (1972): આ એક ઈમોશનલ ડ્રામા ફિલ્મ હતી, જેમાં એક પિતાના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો હતો. ફિલ્મનું ગીત 'એક પ્યાર કા નગમા હૈ' આજે પણ અમર છે.
રોટી, કપડા ઔર મકાન (1974): આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં સમાજમાં બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા હતા.
ક્રાંતિ (1981): આ ફિલ્મ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ પર આધારિત હતી અને તેમાં દિલીપ કુમાર, શત્રુઘ્ન સિંહા, હેમા માલિની અને શશિ કપૂરે અભિનય કર્યો હતો.
ક્લાર્ક (1989): આ ફિલ્મ એક ઈમાનદાર કારકુનની વાર્તા હતી જે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર સામે લડે છે. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ સફળ રહી ન હતી.
જય હિન્દ (1999): આ ફિલ્મ ભારતીય સેના અને દેશભક્તિની ભાવનાને સમર્પિત હતી. મનોજ કુમારે આ ફિલ્મ દ્વારા ફરીથી દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો.