સલમાન ખાને પહેરી રામ મંદિરની થીમની ઘડિયાળ, કિંમત જાણી ચોંકી જશો.

સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન પણ ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યો છે, આ ઈદ પર ફેન્સને ઈદી મળશે.

હાલમાં જ સલમાને કંઈક એવું કર્યું, જેને જોઇને લોકો કહેવા લાગ્યા કે ભાઈજાન ભગવાન રામ અને હનુમાનના પણ ભક્ત છે.

સલમાન ખાન હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મમાં માને છે.

રમઝાન દરમિયાન સુપરસ્ટારે ડેશિંગ લુક સાથે કેટલીક તસવીરો શેર કરી, જેમાં તેના કાંડા પર કેસરી પટ્ટાવાળી ઘડિયાળ જોવા મળી હતી.

જ્યારે લોકોએ સલમાન ખાનની આ ઘડિયાળને ઝૂમ કરીને જોઈ તો તેમાં ભગવાન શ્રી રામ, ભક્ત હનુમાન અને અયોધ્યા રામ મંદિર જોવા મળ્યું.

જો આ ઘડિયાળની કિંમતની વાત કરીએ તો આ 'રામ મંદિર' ઘડિયાળની કિંમત રૂ. 34 લાખ છે.

ઘડિયાળની અંદર ભગવાન રામની બરાબર નીચે હનુમાનજીને પણ દર્શાવવામાં આવ્યા છે, સાથે ઘડિયાળના ડાયલ પર 'જય શ્રી રામ' લખેલું છે.

સિકંદર ફિલ્મની વાત કરીએ તો એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત આ માસ એક્શન ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.

More Web Stories