કેન્સરથી પીડાઈ ચૂક્યા છે બોલિવૂડ સ્ટાર્સ, જાણો કોણ બચ્યું અને કોને મળ્યું મોત.
ઋષિ કપૂરે બે વર્ષ સુધી કેન્સરની લડાઈ લડી હતી. 2020 માં તેમનું અવસાન થયું.
મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર હતું. જો કે, બે વર્ષ પછી તે સ્વસ્થ થઈ ગઈ અને કેન્સર સામેની લડાઈ જીતી ગઈ.
આયુષ્માન ખુરાનાની પત્ની અને ફિલ્મમેકર-લેખિકા તાહિરા કશ્યપ ફરી બ્રેસ્ટ કેન્સરનો શિકાર. વર્ષ 2018માં પહેલીવાર બ્રેસ્ટ કેન્સર થયું હતું પણ હિંમત અને બહાદુરીથી બીમારીનો સામનો કર્યો હતો.
હિના ખાનને તાજેતરમાં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે અને તેની સારવાર ચાલી રહી છે.
બોલિવૂડ બ્યુટી મનીષા કોઈરાલાને 2012 માં ઓવરીનું કેન્સર થયું હતું અને કેન્સર સામેની લડાઈ જીતી ગઈ.
સંજય દત્તને વર્ષ 2020માં ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું. જોકે, તેણે સ્ટેજ 4ના કેન્સરને હરાવ્યું હતું.
સોનાલી બેન્દ્રેએ બ્રેસ્ટ કેન્સરને હરાવ્યું હતું.