કંગના રણૌત : તેમણે 2024ની લોકસભા ચૂંટણી જ રાજકારણમાં ઝંપલાવ્યું છે. હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપે તેમને ટિકિટ આપી છે.
હેમા માલિની : હાલમાં મથુરાનાં સાંસદ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા મથુરા સીટ પરથી જ ટિકિટ આપવામાં આવી છે.
રવિ કિશન : રાજકારણમાં એન્ટ્રી કરી ત્યારે કોંગ્રેસમાં જોડાયા, થોડા સમય પછી ભાજપમાં જોડાયા. ગોરખપુરના સાંસદ છે, આ વખતે પણ અહીંથી જ ચૂંટણી લડશે.
સ્મૃતિ ઈરાની : 2019થી મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, 2022થી લઘુમતી બાબતોનાં પણ મંત્રી છે. આ વખતે અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે.
કિરણ ખેર : હાલમાં ચંડીગઢ બેઠક પરતી ભાજપનાં સાંસદ છે, આ વખતે તેમની ટિકિટ કાપી સંજય ટંડનને ઉમેદવાર બનાવવામાં આવ્યા.
મનોજ તિવારી : હાલમાં નોર્થ ઈસ્ટ દિલ્હી સીટથી ભાજપના સાંસદ છે, આ વખતે પણ ભાજપે ટિકિટ આપી. સાંસદની સાથે દિલ્લી ભાજપના અધ્યક્ષ પણ છે.
પરેશ રાવલ : 2014માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપ તરફથી લડ્યા અને જીત્યા પણ ખરા, હાલમાં ભાજપ સંગઠન સાથે જોડાયેલા છે.
આ સિવાય વિનોદ ખન્ના અને સૌંદર્યા રઘુ જેવા એક્ટર્સ પણ ભાજપ સાથે જોડાયેલા હતા, જ્યાં વિનોદ ખન્નાનું 2017માં અને 2004માં સૌંદર્યા રઘુનું નિધન થયું હતું.