Get The App

ખ્યાતિ કાંડ મામલે આરોપીઓની ધરપકડ બાદ ખુલાસો : JCPએ કહ્યું- PMJAYમાંથી 11 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરાયું હતું

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ખ્યાતિ કાંડ મામલે આરોપીઓની ધરપકડ બાદ ખુલાસો : JCPએ કહ્યું- PMJAYમાંથી 11 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરાયું હતું 1 - image


Ahmedabad Khyati Hospital PMJAY Scam: અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલ હાલ ચર્ચામાં છે. હોસ્પિટલના તબીબોએ PMJAY હેઠળ દર્દીઓની બિનજરૂરી સર્જરી કરી હતી. જેના કારણે બે દર્દીઓના મોત નિપજ્યા હતાં. ડૉક્ટરો, સંચાલકો અને સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 

પાંચ આરોપીઓની ધરપકડ

ખ્યાતિ હોસ્પિટલના CEO સહિત પાંચ ફરાર આરોપીઓની અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છૂપાયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. જેમાં ચિરાગ રાજપૂતની ખેડાથી તેમજ અન્ય બે વ્યક્તિને ઉદયપુરથી ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે આ મામલે JCPએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આ પણ વાંચોઃ ખ્યાતિકાંડના 5 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, જાણો ક્યાં છુપાયા હતા

આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે

JCPએ જણાવ્યું હતું કે, ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ રાજપૂતનો ગુનાહિત ઈતિહાસ છે. ચિરાગ રાજપૂતની નીચે એક ટીમ કામ કરતી હતી. ચિરાગનો મહિને સાત લાખ રૂપિયા પગાર હતો. જ્યારે મિલિન્દ પટેલ અગાઉ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. તેની સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે. રાહુલ જૈન હોસ્પિટલમાં ઓડિટ કામ કરતો હતો. આ તમામ ચાઈનીઝ એપથી એકબીજાના સંપર્કમાં હતા. આવતીકાલે તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

આ પણ વાંચોઃ 'કસાઇખાનું' ખ્યાતિ હોસ્પિટલે કેમ્પના બહાને વધુ 4 દર્દીના જીવ લીધા

PMJAY સ્કેમથી 11 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર

JCPએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા અલગ-અલગ ગામમાં કેમ્પ કરી લોકોને સારવાર માટે હોસ્પિટલ બોલાવતા હતાં. ત્યાં PMJAY યોજના હેઠળ સારવાર કરી સરકાર પાસે પૈસા ક્લેમ કરવામાં આવતા હતાં. ગત વર્ષે PMJAYમાંથી 11 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરાયું હતું. જોકે, તપાસ દરમિયાન કોણે કેટલું કમિશન લીધું તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. 


Google NewsGoogle News