Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે હાઈવોલ્ટેજ ફાઈનલની શક્યતા

- યુરોપના બે કટ્ટર હરિફો સામ-સામે આવશે તેવી ચાહકોમાં ચર્ચા

- બંને દેશો વચ્ચે ભાષા-સંસ્કૃતિ સહિતના ઘણા મુદ્દે ટકરાવની સ્થિતિ છે

અમદાવાદ,11 જૂલાઇ 2018 બુધવાર

રશિયામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં બેલ્જીયમને હરાવીને ફ્રાન્સે તો ફાઈનલમાં સ્થાન મેળવી લીધં. છે. દુનિયાભરની નજર હવે બીજી ફાઈનલીસ્ટ ટીમ કઈ બનશે તેના પર મંડાયેલી છે ત્યારે ફૂટબોલના જાણકારો અને ચાહકો ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે હાઈવોલ્ટેજ ફાઈનલની આશા રાખી રહ્યા છે. યુરોપના બે કટ્ટર પ્રતિસ્પર્ધીઓ - ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ઘણી બધી બાબતોમાં ઉગ્ર ટકરાવની સ્થિતિ છે ત્યારે જો બંને ટીમો ફૂટબોલ વર્લ્ડ કપ જેવી મેગા ઈવેન્ટમાં સામસામે આવે તો હાઈવોલ્ટેજ જંગ જેવી સ્થિતિ સર્જાઇ શકે.

ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેની પ્રતિસ્પર્ધાને જાણવા માટે ઈતિહાસમાં ડોકિયું કરવું જરુરી છે. ઈતિહાસ કહે છે કે, નવજાગૃતિ કાળની શરૃઆત ફ્રાન્સમાં થઈ હતી અને ત્યાર બાદ દુનિયામાં તે પથરાઈ. જોકે દુનિયાભરમાં રાજ કરી ચુકેલું બ્રિટન વારંવાર ઈતિહાસ થકી એવું દર્શાવવાની કોશીશ કરે છે કે, નવ જાગૃતિના પાયામાં તેઓ રહેલા છે. ઘણા વૈજ્ઞાાનિક આવિષ્કાર ફ્રાન્સમાં થયા હોવા છતાં માર્કેટિંગમાં કુશળતા ધરાવતું બ્રિટન તેને પોતાના ગણાવતું રહ્યું છે. જેના કારણે ખટરાગ છે.

ફ્રાન્સના પ્રવાસે જનારા બ્રિટિશરોએ ફ્રેન્ચ ભાષા શીખવી જ પડે છે. પેરિસના એફિલ ટાવરમાં એક રેસ્તોરા છે, જેમાં માત્ર ફ્રેન્ચ ભાષામાં જ ઓર્ડર લેવાય છે. ફ્રાન્સના લોકો ઈંગ્લિશને એટલી નફરત કરે છે કે, તેઓ અંગ્રેજી જાણતા હોવા છતાં તમારા અંગ્રેજીમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આપવાની પરવા કરતાં નથી. તેવું જ વલણ બ્રિટનમાં ફ્રેન્ચ ભાષા તરફનું છે.  બ્રિટીશરો ફ્રેન્ચ સાહિત્યને સાધારણ સ્તરની કૃતિઓની નજરે જુએ છે, તો ફ્રેન્ચ લોકો બ્રિટનના સાહિત્ય માટે ખાસ ઉમદા ખ્યાલ ધરાવતા નથી. હવે જ્યારે બે દેશો વચ્ચે આવી સ્પર્ધા હોય ત્યારે તેમની વચ્ચે વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો આવે તો માહૌલ તનાવભર્યો બની જાય તે સ્વાભાવિક છે.

Post Comments