Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એરપોર્ટ પર મીટિંગ કરીને PMએ CM પાસેથી રાજકીય સ્થિતિ જાણી

-જાપાનના વડાપ્રધાનની રાહ જોતા જોતા

-વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ સાથે બેઠક કરી

અમદાવાદ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ૩ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મેયર હાજર હતા.  આથી PM મોદીએ સમયનો સદઉપયોગ કરીને એરપોર્ટ પર જ મીટીંગ કરી લીધી હતી.

એરપોર્ટ પરનાં સૂત્રો જણાવે છે કે, વડાપ્રધાને ૨૦થી ૨૫ મિનિટ સુધી મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે રાજકીય ચર્ચા વિચારણા કરી હતી. તેમજ હાલમાં 'વિકાસ'ના મુદ્દે સોશિયલ મીડિયામાં ભાજપને જે રીતે બદનામ કરવાાં આવે છે તે નુકસાનને કઈ રીતે અટકાવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું.

ચૂંટણી આડે હવે માંડ અડી મહિના જેટલો સમય બચ્યો હોઈ, વડાપ્રધાને બન્ને નેતાઓ પાસેથી ગુજરાતની છેલ્લામાં છેલ્લી રાજકીય પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. પાટીદારો સહિતની વિવિધ જ્ઞાાતિનાં આગેવાનોનું સ્ટેન્ડ શું છે ? તેમાંથી કોણ સરકાર સાથે રહેશે અને કોણ કોંગ્રેસને સમર્થન આપી રહ્યું છે. તેની માહિતી મેળવી હતી. 'વિકાસ'ના મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારની સામે બમણી તાકાતથી સામનો કરવા માટે સોશિયલ મીડિયાનો ભરપુર ઊપયોગ કરવાની શિખામણ આપી હતી.

Post Comments