પેરિસ ઓલિમ્પિકની મેડલ ટેલીમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર દેશ કયો?.
ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં સામાન્ય રીતે અમેરિકા અને રશિયા જેવા દેશો પ્રભુત્વ ધરાવે છે. પરંતુ, આ વખતે આ દેશ પાછળ રહી ગયા છે.
જો ટોપ 5 દેશોની વાત કરવામાં આવે તો 3 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ એમ કુલ 12 મેડલ સાથે અમેરિકા પાંચમાં સ્થાને છે.
જયારે ઓસ્ટ્રેલિયાના ખાતામાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ કુલ 6 મેડલ છે. તે ચોથા સ્થાને છે.
કોરિયા આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. તેની પાસે 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ એમ કુલ 7 મેડલ છે.
4 ગોલ્ડ, 2 સિલ્વરઅને 1 બોન્ઝ એમ કુલ 7 મેડલ સાથે જાપાન બીજા નંબરનો સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનારો દેશ છે.
સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનારા દેશમાં પ્રથમ સ્થાને ચીન છે. ચીને 5 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ એમ કુલ 9 મેડલ જીત્યા છે.
જો ભારતની વાત કરવામાં આવે તો ભારત પાસે હાલ તો કોઈ ગોલ્ડ મેડલ નથી પણ મનુ ભાકરે એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતનું સ્થાન 22મુ છે.