8. CSK vs KXIP : IPL 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સે કિંગ્સ ઈલેવન પંજાબ સામે 240 ફટકાર્યા હતા, જેની સામે પંજાબની ટીમ 207 રન જ બનાવી શકી હતી.
7. KKR vs KXIP : IPL 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સે કિંગ્સ ઈલેવન પંજાબ સામે 245 રન બનાવ્યા હતા, જેની સામે પંજાબની ટીમ 214 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
6. CSK vs RR : IPL 2010માં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે 246 રન બનાવ્યા હતા, જેની સામે રાજસ્થાન રોયલ્સની ટીમ 223 રન જ બનાવી શકી હતી.
5. RCB vs GL : IPL 2016માં રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરે ગુજરાત લાયન્સ સામે 248 રનનો સ્કોર બનાવ્યો હતો. જો કે આની સામે ગુજરાતની ટીમ માત્ર 104 રન બનાવીને સમેટાઈ ગઈ હતી.
4. LSG vs PBKS : IPL 2023માં લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે 257 ફટકાર્યા હતા, આ ટાર્ગેટને ચેઝ કરતાં પંજાબે 201 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
3. RCB vs PWI : IPL 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પુણે વોરિયર્સ સામે 263 રનનો ખડકલો કર્યો હતો, જે 2023 સુધી IPLના ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર હતો.
2. KKR vs DC : IPL 2024માં જ કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે 272 રન ખડકી બીજો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો, જેની સામે દિલ્હીની ટીમ 166 રનમાં સમેટાઈ ગઈ હતી.
1. SRH vs MI : IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન ફટકાર્યા હતા, જેની સામે MIએ 246 રન બનાવ્યા હતા, હૈદરાબાદે ખડકેલો આ સ્કોર IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે.