10. શેન વોટસન - 190: 2008થી 2020 દરમિયાન IPLમાં 145 મેચ રમી હતી, જેમાં તેણે કુલ 190 સિક્સર ફટકારી હતી...
9. આન્દ્રે રસેલ - 193: વેસ્ટ ઈન્ડિઝના આ ઓલરાઉન્ડર અને બેટ્સમેન 2012 થી અત્યાર સુધીમાં 112 મેચમાં 193 છગ્ગા ફટકાર્યા છે...
8. સુરેશ રૈના - 203: મિસ્ટર IPL અને ચિન્ના થાલા તરીકે ઓળખાતા રૈનાએ 2008થી 205 મેચમાં 203 સિક્સર ફટકારી હતી...
7. કિરોન પોલાર્ડ - 223: 2010થી IPLમાં કારકિર્દીની શરૂઆત કરીને 2023 પહેલા જ નિવૃત્તિ લઈને કુલ 189 મેચ રમી જેમાં 223 છગ્ગા ફટકાર્યા હતા...
6. ડેવિડ વોર્નર - 226: 2009 માં IPL કારકિર્દીની શરૂઆત કરીને અત્યાર સુધીમાં 176 મેચ રમી છે, જેમાં તેણે 226 સિક્સર ફટકારી છે...
5. વિરાટ કોહલી - 234: 2008થી અત્યાર સુધીમાં તેની IPL કરિયરમાં અત્યાર સુધી 237 મેચમાં 234 સિક્સર ફટકારી છે...
4. એમએસ ધોની - 239: IPLમાં થાલાએ તેના કરિયરમાં કુલ 250 મેચ રમી છે, જેમાં તેણે કુલ 239 સિક્સર ફટકારી છે...
3. એબી ડી વિલિયર્સ - 251: મિસ્ટર 360 તરીકે જાણીતા વિલિયર્સે તેની કારકિર્દીમાં કુલ 184 મેચ રમી હતી જેમાં તેણે કુલ 251 છગ્ગા ફટકાર્યા હતા..
2. રોહિત શર્મા - 257: 2008થી અત્યાર સુધીની તેની IPL કરિયરમાં હિટમેન રોહિતે 243 મેચ રમી છે, જેમાં તેણે 257 છગ્ગા ફટકાર્યા છે...
1. ક્રિસ ગેલ - 357: સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ યુનિવર્સ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેલના નામે છે. 2009 થી 2021 સુધીમાં 142 મેચમાં 357 છગ્ગા ફટકાર્યા છે..