Sourav Ganguly: ધોની અને સહેવાગ માટે દાદાએ આપ્યું હતું બલિદાન.
આજે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે. તે 52 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 8 જુલાઈ 1972ના રોજ થયો હતો.
ગાંગુલીની કેપ્ટનસીમાં યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, ઝહિર ખાન, એમ. એસ. ધોની, વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓ તૈયાર થયા.
ધોની અને સહેવાગ માટે ગાંગુલીએ ઘણા બલિદાન આપ્યા. સહેવાગનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે આ વાત જણાવી હતી.
સહેવાગે કહ્યું હતું કે, 'ગાંગુલીએ મારા માટે ઓપનીંગ છોડી દીધી હતી. તેમજ ધોની પણ દાદાના કારણે જ નંબર 3 ની પોઝીશન પર રમી શક્યો હતો'.
સહેવાગે કહ્યું હતું કે, 'ગાંગુલીએ મારા માટે ઓપનીંગ છોડી દીધી હતી. તેમજ ધોની પણ દાદાના કારણે જ નંબર 3 ની પોઝીશન પર રમી શક્યો હતો'.
ગાંગુલીને તેની રમતના કારણે 'ગોડ ઓફ ઓફસાઈડ' કહેવામાં આવે છે. તે 'દાદા', 'પ્રિન્સ ઓફ કોલકાતા', 'બેંગાલ ટાઇગર'ના નામોથી પણ પ્રખ્યાત છે.
દાદાએ 49 ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનસી કરી, જેમાં 21 મેચમાં ભારત જીત્યું. તેમજ 146 વન-ડે મેચમાં પણ તે કેપ્ટન રહ્યા, જેમાં 76 મેચમાં ભારતને જીત મળી છે.
સૌરવ ગાંગુલીના પરિવારમાં તેમની પત્ની ડોના ગાંગુલી અને પુત્રી સના ગાંગુલી છે. તેનો ભાઈ સ્નેહાસીશ ગાંગુલી પણ ક્રિકેટર રહી ચુક્યા છે.