ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટને ગિફ્ટમાં મળી ભેંસ!.

પેરિસ ઓલિમ્પિકની ભાલા ફેંકમાં ગોલ્ડ જીતનાર પાકિસ્તાનના અરશદ નદીમને ઘણા ઇનામો મળી રહ્યા છે.

એવામાં નદીમના સસરાએ તેમને એક ભેંસ ગિફ્ટમાં આપી હતી.

નદીમના સસરા મુહમ્મદ નવાઝનું કહેવું છે કે, ગ્રામીણ સમુદાયમાં આવી ભેટ આપવી એ સન્માનનીય માનવામાં આવે છે, જે તેમના સમુદાયની પરંપરા છે.

નવાઝના જણાવ્યા અનુસાર, નદીમના મૂળિયા વતન સાથે જોડાયેલા છે અને નદીમને તેના પર ગર્વ છે, સફળતા મળી હોવા છતાં આજે પણ તે એ જ ગામમાં રહે છે.

પાકિસ્તાનના પંજાબના ખાનેવાલ ગામના રહેવાસી 27 વર્ષીય નદીમે ઓલિમ્પિકમાં 92.97 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો.

નદીમનો આ થ્રો ઓલિમ્પિક રેકોર્ડ બુકમાં નોંધાયો હતો. તેમજ આ મેચમાં ભારતના નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

ટોયોટા પાકિસ્તાને તેને નવી કોરોલા ક્રોસ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક એસયુવી ભેટમાં આપી છે.

ગરીબ પરિવારમાંથી આવતા નદીમ પાસે એક સારી ક્વોલીટીનો ભાલો ખરીદવાના પણ પૈસા ન હતા.

આ જીત સાથે અરશદ નદીમ રાતોરાત સ્ટાર બની ગયા. અરશદને 50 હજાર ડોલરનું ઈનામ પણ મળ્યું છે.

More Web Stories